📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

મનને શાંત કરવાના ઉપાયો | Man Shant Karvana Upayo | Pu. Hariswarupdasji Swami

Gurukul Parivar11:21

Transcription

જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શાંત સ્વભાવે સુખધામ કે નાથને અદભુત શાંત મૂર્તિ છે. આવું શાંત ભાવથી આ વાત કરું છું તોય આમ કેટલી શાંતિ થાય છે. તો એ જ્યારે શાંત મૂર્તિ સામે બેઠા હોય ત્યારે કેટલો આનંદ આવતો હશે. દર્શનથી આધી વ્યાધિ ઉપાધિ સમી જતી હોય. એમની આંખો જેટલી કરુણાપૂર્ણ હતી, એ આંખો જ જેની સામે પડે એ જીવ શાંત થઈ જાય. એટલે તો જ્યારે એ સ્વધામ પધારી ગયા ત્યારે એ સંતો એ દ્રષ્ટિ જ ખોળતા હતા. ક્યાં જોવું એને? એ ક્યાં જોવા મળે એમ કે જે નેણ આપણી સામે આમ જોતાં આજે ક્યાં મળે?

શાંત રસ છે એનો ભૂમિકા એ જ્ઞાન છે. જેટલું જ્ઞાન પચે એટલો વ્યક્તિ શાંત થાય. મતલબ શું કે જ્ઞાન જ્યારે અનુભૂતિમાં આવે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણમાં રહેલા દોષ એ બધા નીકળી જાય. ભગવાન તો સ્વયં શુદ્ધ મૂર્તિ છે, પણ આ રસની આપણે વાત કરીએ છીએ ત્યારે જીવની ભૂમિકાથી કે એ જેટલો જ્ઞાન પામે એટલા એના દોષ દૂર થઈ જાય. ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ એ બધા શાંત થઈ જાય. કઈક જોઈતું હોય તો અશાંતિ છે ને જોઈએ ક્યારે વિકાર હોય. અત્યારે વિકાર માત્ર ટળી જાય ત્યારે કંઈ જોઈતું નથી અને ત્યારે પરમ શાંતિની અનુભૂતિ થાય. એટલે જ્ઞાન એ શાંત રસની ભૂમિકા છે. એમાંથી જ્ઞાન રસમાં શાંત રસ જ્ઞાન રસમાંથી પેદા થાય છે. અને એ અનુભૂત જ્ઞાન શાંત મૂર્તિ એવા સંત કે ભગવાન એ જ્યારે બોલે ત્યારે શાંત રસ વહેવા માંડે છે. એટલે જ એવા બુદ્ધ પુરુષોની વાણી પણ પરમ શાંતિ આપે છે. થોડા શબ્દો જ બોલે પણ એટલું સરસ ગમે. અને એમાંય વિભૂતિ પુરુષ હોય ત્યારે એની તો વાણી પણ મીઠી હોય, એનું મુખ મીઠું હોય, એનો શબ્દનો અવાજ પણ એટલો ઘેરો મીઠો મધુર હોય. એ ખાલી એટલું જ બોલે કેમ છો? તોય આમ આમ શાંતિ લાગે. આવો તોય ગમે. ત્યારે એ જ્યારે હિત વચનો ઉપદેશ ઉચ્ચારતા હોય ત્યારે કેટલો આનંદ થાય. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસ જીવનું અંતઃકરણમાંથી અંધારું કાઢ્યું. ત્યારે સહજાનંદ સ્વામી બોલતા હશે ત્યારે શાંત રસ કેવો વહેતો હશે?

કારિયાણીના બારમાં વચનામૃતમાં મહારાજે કહ્યું, આ વચનામૃત જેને અભ્યાસ હોય એને તરત એ શબ્દો યાદ આવે. શ્રીજી મહારાજે બહુ સુંદર વાતો કરી છે. કાર્યાણીના બારમાં વચનામૃતમાં કારણ શરીરને બાળવાની ત્યાં છેલ્લે તો પાછો ઉપસંહારમાં આ જ કહ્યું કે તમે અત્યારે જેવા શાંતિથી પ્રેમથી વિશ્વાસથી એકાગ્ર થઈને તમે જે આ શબ્દમાં ખોવાઈ ગયા છો સાંભળો છો અત્યારે તમારું આ કથા સાંભળતા સાંભળતા જેવું મન નિર્વિકલ્પ થતું હશે થયું હશે એવું તમે માળા કરતા હશો ત્યારે પણ નહીં થતું હોય. મન નિર્વિકલ્પ થઈ છે સાંભળતા સાંભળતા અને તૃપ્ત નથી. લગભગ તો સાંજની રાતની સભાઓ હોય ને તો શ્રીજી મહારાજ પછી સામેથી જય સ્વામિનારાયણ કે જય સચ્ચિદાનંદ કરીને ઊભા થઈ જાય છે ને એ પોતે જ ઊભા જ થઈ જાય. જો ઊભા ન થાય તો એ સભા એમનેમ બેઠી. એટલે ઘણીવાર ઊભા થઈ જાય. વળી પાછા ક્યારેક આવે તો એ જે એવા બધા મોટા મોટા સંતો એમની સાથે બેસે અને ભાઈ બેઠા બેઠા સવાર પડી જાય. એ રાતના નવ વાગ્યેથી બેઠા હોય સવારના ચાર વાગે. એ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ બધા પ્રેમાનંદ સ્વામી બધા બેઠા હોય અને શ્રીજી મહારાજ વાતો જ કરે સવારના ચાર વાગ્યા સુધી. એ ચાર વાગ્યાની ભાન ક્યારે થાય કે જે સુઈ ગયા હોય પહેલા એ ઉઠે અને એ ધૂન બોલે ત્યારે ખબર પડે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ તો પ્રભાત થયું એમ. સારું લ્યો તેમ જાઓ સ્નાન કરવા. અને પછી એ સંતો સ્નાન કરવા. સવારના ચાર વાગી જાય એટલે સવાર પડી જાય. એટલે શું શું એ બોલતા હશે? શું એ શાંત રસ રહેતો હશે?

શ્રીજી મહારાજ પોઢતા ત્યારે બસ બેઠા હોય. દૂર દૂર દૂર સંતો બેઠા હોય દર્શન કરતા હોય. મહારાજ જે બાજુ પડખું ફરે એ બાજુ સંતો વયા જાય. એમ કરતાં કરતાં મહારાજ પછી ચરણ ઢાંકી દે એટલે ચરણ તરફથી નજર હતી ઉદર અને મસ્તક ઉપર રાખે. પછી મહારાજ ધીમે ધીમે છાતી સુધી ઢાંકી દેશે શ્રી અંગને તો સંતો મુખારવિંદ જોયા રાખે. અને છેવટે પછી શ્રીજી મહારાજ પોતાને હાથે મુખારવિંદ ધાકે એટલે હાય કરીને ધરતી ઉપર પડી જાય. સંતો ઓ હો હો શાંત સ્વભાવે સુખધામ કે નાથ નિરખ્યા અદભુત. તો જે વાણી વહેતી શાંત રસ એ સંગ્રહ એ વચનામૃત. એટલે દંતાલી વાલા સચ્ચિદાનંદજી એકવાર કહેલું બાપુનગરની સભામાં કે વચનામૃતને વાંચતા તુરંત પ્રતીતિ થાય છે કે આ વાણી એ પરાવાણી છે અને આ આ વાણીનો ઉચ્ચારનાર કોઈ સામાન્ય ન હોઈ શકે. એવું પ્રબુદ્ધ માણસને લાગ્યા વગર ન રહે. વિચારવાનું જે હોય તો એ તરત સમજી શકે છે. બાકી ઘણા એવા હોય વેવલા અને અમુક પોતાને જ હવે ચારે બાજુથી માન મળ્યા હોય ને એને પછી પોતાની ભૂલ ન દેખાય એટલે એ વળી કટાક્ષ કરે કે વચનામૃત નામ સાંભળ્યું છે પણ મેં વાંચ્યું નથી. ત્યારે વાંચોને બાપા તમે બીજા ઘણાય પુસ્તકો વાંચો છો તો આ એક વાંચી જોવાનું.

શાંત રસ છે એટલે તો વચનામૃત વાંચતા લગભગ ઊંઘ આવી જાય છે. એમાં શાંતિ ભરી છે. એટલે જ જો એક બહુ સરસ તમને ગમે ને તો વાત કરું. જ્ઞાન છે ને એ જો ન સમજાય તો ઊંઘાડીને શાંતિ આપે. જ્ઞાન ન સમજાય તો ઊંઘાડીને શાંતિ આપે. અને જો જ્ઞાન સમજાય તો ખુલ્લી આંખે શાંતિ આપે. ખુલ્લી આંખે શાંતિ. પરમ શાંતિ. જો જ્ઞાન પચી જાય તો પછી એને કંઈ આંખ બંધ કરવાની જરૂર નથી અને ખુલ્લી આંખે એ સંસારમાં પરમ સુખી થઈને ફરે. જો જ્ઞાન એને સમજાઈ જાય તો. એટલે જ એવા જ્ઞાનવાન પુરુષો એ પછી સંસારના ઉચ્ચ નીચ ભાવમાં ડગતા નથી કારણ કે એનો સહજ સ્વભાવ પછી શાંત થઈ ગયો છે. જે કંઈ ચહલપહલ થાય છે એ ઉપરના લેયર ઉપર થાય છે અને અંદર કંઈ જ નથી. એટલે વાત તો સાચી છે. આપણું શરીર છે ને સાત માળની હવેલી છે. આપણે જે કાંઈ બધા સંસારમાં મોજ મજા કરે છે એ પહેલે મજલે જ ઊભા છે. છ મજલા તો હજી ખોલ્યા જ નથી. એટલે જે પછી જેમ જેમ જેમ જેમ ઉપરને મજલે જાય છે એમ એની આનંદની અવધિઓ વધતી જાય છે. વિચાર કરો કે એવા કેવા દુર્ભાગ્ય હશે કે છ મજલા ખોલ્યા વગર જ માણસ મરી જાય છે અને કેવળ પહેલે મજલે ઇન્દ્રિયોના સુખમાં જ આનંદ માણીને પૂરું કર્યું. બીજા ઓરડા ખોલ્યા જ નહીં. આ પદ્મનાભના મંદિરના ખજાનાની જેવું જ છે. હતો જ ને ખજાનો ખબર નહોતી ને એમ. છ ઓરડા હજી આપણી અંદર તો આનંદના ભર્યા છે. એટલે જ્ઞાન પચે તો ખુલ્લી આંખે આનંદ છે. પછી એ પુરુષો ડગતા નથી સંસારના ભાવમાં હર્ષ શોક સુખ દુઃખ માન અપમાન. આ શાંત રસની વાત ચાલે છે હો. સહજાનંદ સ્વામી કેવી શાંત રસ મૂર્તિ હતી. દર્શનથી શાંતિ, વાણીથી શાંતિ.